Menu
img
om-iocn

મફત સારવાર અને દવા વિતરણ

..:: મફત સારવાર અને દવા વિતરણ કેમ્પ ::..

સેવા સમર્પણ ફાઉન્ડેશનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇની નિશ્રામાં જાહેરજનતાનાં લાભાર્થે આરોગ્યવૃદ્ધિ માટે આયુર્વેદિક ચિકિત્સા નિષ્ણાત વૈદ્યનાં માધ્યમથી આયુર્વેદિક અને હર્બલ પદ્ધતિ દ્વારા મફત નિદાન અને દવા વિતરણ કેમ્પનું તારીખ 11 એપ્રિલ, 2010નાં રવિવારનાં રોજ આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ આંગી એપાર્ટમેન્ટ, અન્નપૂર્ણા હોલની સામે, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ ખાતે રાખેલ. જેમાં લગભગ 500 થી વધુ લોકોએ લાભ લીધેલ.

સેવા સમર્પણ ફાઉન્ડેશનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇએ લોકોની ઇચ્છા અને જરૂરિયાતને માન આપી તારીખ 25 એપ્રિલ, 2010 રવિવારનાં રોજ ફરી એક વખત મફત આયુર્વેદિક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરેલ. આ કેમ્પ સીનીયર સિટીઝન ગાર્ડન, લબ્ધિ વિક્રમ ફ્લેટ સામે, ધરણીધર દેરાસર પાછળ, વાસણા, અમદાવાદ ખાતે રાખેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લગભગ 650 થી વધુ લોકોએ લાભ લીધેલ.

સેવા સમર્પણ ફાઉન્ડેશન આયોજીત અને પ્રેરણાસ્ત્રોત ॐઋષિ પ્રિતેશભાઇની નિશ્રામાં તા. 29-9-2013 રવિવારનાં રોજ શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળ, વાસણા, અમદાવાદ ખાતે ॐકાર એનર્જી હીલીંગ, હોમિયોપેથીક સારવાર, એક્યુપ્રેસર સારવાર, ચામડીનાં રોગોની સારવાર, સુજોક સારવાર અને આયુર્વેદિક સારવાર કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ. જેમાં 500થી વધુ લોકોએ આ બધી નિઃશુલ્ક સારવારનો લાભ લીધેલ.

“ધનવીર બનવું સામાન્ય છે, દાનવીર બનવું અસામાન્ય છે” આ કહેવતને પૂજ્યશ્રી એ પોતાના જીવનમાં ઉતારીને લોકોપયોગી થવાની ભાવના સાથે નિઃશુલ્ક સારવાર કેમ્પોનું આયોજન કરવાનું અસામાન્ય કાર્ય કરેલ છે.

DownLoad Our iPhone and
Android Apps Today !