Menu
img
om-iocn

Omkar Kriya

..:: ગુરૂપૂર્ણિમા મહાપર્વ ::..

ગુરુર્બહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ |
ગુરુઃ સાક્ષાત્પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવેનમઃ ||

“જો બાત દવા સે હો ના શકે, વો બાત દુઆ સે હોતી હૈ
કાબિલ ગુરૂ જબ મિલતે હૈ, તો બાત ખુદા સે હોતી હૈ”

અષાઢનું આગમન એટલે મનનો મોરલીયો સોળે કળાએ ખીલી ઉઠે કારણકે અષાઢમાં આવતી પૂનમ જેની ॐકાર સંપ્રદાયનાં ભક્તજનો પોતાના સદગુરૂ ॐઋષિ પ્રિતેશભાઇને ભક્તિ અને પ્રેમરૂપી ગુરૂદક્ષિણા આપવા તત્પર રહેતા હોય છે.

પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇની સૌમ્યતા અને સિદ્ધિઓનાં સાતત્યનાં પરમતત્વ દર્શન પામવા ભક્તજનો આ મહાન ગુરૂપૂર્ણિમાનાં પર્વની કાગડોળે રાહ જોતા હોય છે.

વિશ્વકલ્યાણની ભાવના જેના રગેરગમાં ફેલાયેલી છે, એવા પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ ભક્તોનાં હૃદયકમળમાં બિરાજમાન હોવાને કારણે આ પવિત્ર પર્વ હર્ષોલ્લાસ અને પૂજ્યશ્રીની અમીદ્રષ્ટિનાં આશીર્વાદની નિશ્રામાં તારીખ ભક્ત સમુદાય દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે. જેમાં પૂજ્ય ગુરૂદેવ ॐઋષિ પ્રિતેશભાઇની ગુરૂવાણી, ॐકાર ચાલીસાનું ગાન, પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ રચિત ભજનો અને ગઝલોનું ગાન તથા ॐ નો નાદ અને મંત્રશક્તિપાતનું આયોજન કરવામાં આવે છે. ગુરૂપૂર્ણિમાનાં આ મહાપર્વમાં પૂજ્ય ॐઋષિનાં દર્શનનનો અને ગૂરૂવાણીનો લાભ લેવા મોટું ભક્તવૃંદ ઉમટી પડે છે.

તારીખ 22 જુલાઇ, 2013 સોમવારનાં પવિત્ર દિવસે રાજપથ ક્લબ, અમદાવાદ ખાતે યોજાયેલ ગુરૂપૂર્ણિમા મહાપર્વ

તારીખ 12 જુલાઇ, 2014 શનિવારનાં પવિત્ર દિવસે જયશંકર સુંદરી હોલ, અમદાવાદ ખાતે યોજાયેલ ગુરૂપૂર્ણિમા મહાપર્વ

DownLoad Our iPhone and
Android Apps Today !