Menu
img
om-iocn

કાવ્ય સંગ્રહ

ॐકાર સંપ્રદાયના આર્ષદ્રષ્ટા અને સ્થાપક

પરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇનો કાવ્યસંગ્રહ

જીવનનો પર્યાય અથવા તો ઇશ્વરનો મૌન જીવનમાં લાગણીઓ અને સંવેદનાનું મુર્ત શબ્દબદ્ધ સ્વરૂપ એટલેજ – કવિતા અથવા ગઝલ.

પરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ રચિત કવિતા/ગઝલમાં સંત અને કવિત્વનો જે એક અદ્દભૂત અને ચમત્કારિક સુયોગ થાય છે તે ભાગ્યે જ જોવા મળે છે.

પરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇએ ડાંગના જંગલોમાં અને રાજસ્થાનનાં જંગલોમાં પુણ્યપણે પોતાની સાધના થકી ઇશ્વરીય સાક્ષાત્કારની અનુભૂતિ કરી અને તેનો જ આત્માથી નીકળતો એક નાદ એ આધ્યાત્મનાં મંદિરમાં ઇશ્વરીય ઊર્જાનાં દર્શન, શ્રદ્ધા અને ॐકારનાં નાદને શબ્દોનો આકાર આપી સજીવન કરી દીધા.

એક કવિતા લખવી અને પોતાની જ લખેલી કવિતા પોતાનાં જીવનમાં સુંદર રીતે ઢાળવી (અનુવાદીત કરવી) એટલે કે પોતાનું જીવન એ કવિતાની સુંદરતા જેવું જ જીવી બતાવવું એ વાતને પરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇએ પોતાના જીવનમાં જીવી બતાવી છે. તેમણે અષાઢ સુદ- 2, 1996માં ॐકાર સંપ્રદાયની સ્થાપના કરી તથા સંતો, તીર્થંકરો અને મહામાનવોનાં દિવ્યજ્ઞાન દ્વારા અને તેમના ઓરાની ગણતરી કરી “ॐકાર ચાલીસા” નું સર્જન કર્યું. ચંદ્ર અને પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ તપની રચના દુનિયાનાં સર્વ પ્રાણીઓની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરશે. ॐકાર ચાલીસાની મહાન રચના કરનાર આ સંતે “નવસો” જેટલી કવિતાઓ ફક્તને ફક્ત “ॐ” સાથે જોડાયેલી આ સાહિત્ય જગતને અમૂલ્ય ભેટ આપી છે. જેમાંની કેટલીક કવિતાઓ અહીં પ્રસ્તુત કરી છે.

DownLoad Our iPhone and
Android Apps Today !