Menu
img
om-iocn

Omkar Kriya

..:: ॐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ ::..

મંત્રશક્તિ દ્વારા જીવનનાં કષ્ટોમાંથી મુક્તિનો ઉકેલ

શાસ્ત્રોક્ત શક્તિ અને મંત્રો શક્તિની તેજોમય ઊર્જાનાં સમન્વયથી ઇશ્વરીય શક્તિનાં સાક્ષાત્કાર તેમજ ભૌતિક અને આર્થિક પ્રશ્નો આપની અંદર રહેલી ઊર્જાથી આપ પોતે જ એનો જડમૂળથી ઉકેલ કરી શકો એ માટે ॐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગની શક્તિ અને સાધના પૂજ્યશ્રી દ્વારા શીખવવામાં આવે છે.

પૂજ્ય ॐઋષિ પ્રથમવાર મંત્રશક્તિ, ક્રિયાયોગ અને ઇશ્વરીય સાક્ષાત્કારની પ્રક્રિયામાં મનુષ્યને શાસ્ત્રોક્ત માર્ગનાં માધ્યમથી લઇ જઇ રહ્યા છે.

ॐકાર સંપ્રદાયની ત્રિત્રાંશ ક્રિયાયોગ દરમિયાન જ્ઞાનવિધિ સાથે નીચેની ત્રણ પ્રક્રિયા શીખવવામાં આવે છે.

...:: ॐકાર ત્રિશક્તિ ક્રિયાયોગ ::..

સહજ અને સરળ રીતે મોક્ષનાં માર્ગની દિશા મળે અને ઇશ્વરીય ઊર્જા આપના સુક્ષ્મ શરીર એટલે કે આપના ઓરામાંથી તેજોમય પ્રકાશ આપની આસપાસ એક વલય ઊભું કરે એ માટે ॐકાર ત્રિશક્તિ ક્રિયાયોગ પૂજ્ય ॐઋષિ દ્વારા શાસ્ત્રોક્ત જ્ઞાનવિધિ સાથે શીખવવામાં આવે છે. ઇશ્વરીય સાક્ષાત્કાર અને મોક્ષની દિશામાં આપ સરળતાથી આગળ વધી શકો તેમજ સ્થૂળ અને સુક્ષ્મ શરીરને અલગ કરવાની પ્રક્રિયાની શાસ્ત્રોક્ત વિધિ પૃથ્વી ઉપર સૌપ્રથમવાર શીખવવામાં આવે છે.

..:: ॐકાર શ્રી શ્રી લક્ષ્મી ક્રિયાયોગ ::..

આપના જીવનમાં આપ મંત્રશક્તિનાં માધ્યમથી આપ ગૂઢ વિદ્યા શીખી લક્ષ્મીદેવીનાં અવરોધ અને મુશ્કેલીને આપ આપની પોતાની મદદ અને તકલીફ વગર ઉકેલી શકો તે માટેનો આ ક્રિયાયોગ છે.

..:: ॐકાર શ્રી કુંડલીની શક્તિપાત ક્રિયાયોગ ::..

આ ક્રિયાયોગનાં માધ્યમથી મનુષ્યની અંદર રહેલી આત્મિક અને કુદરતી શક્તિઓની પ્રચંડ ઊર્જા ઉર્ધ્વગમન થાય છે તેમજ મનુષ્ય પોતાની જ શક્તિઓનાં માધ્યમથી બીજા માણસોને એમના પ્રોબ્લેમોમાંથી બહાર કાઢી શકે છે અને એના શરીરમાં અને એના ઓરામાં અખૂટ તાકાત અને ઊર્જા ઉદભવ થાય તે પ્રક્રિયા અને ગુઢવિદ્યા અને ગુઢશક્તિનું જ્ઞાન પણ આ ક્રિયાયોગના માધ્યમથી થાય છે.

..:: ॐકાર શ્રી સુવર્ણ સિદ્ધિતા ક્રિયાયોગ ::..

આ ક્રિયાયોગનાં માધ્યમથી સુવર્ણ અને ધનસર્જન કઇ રીતે થઇ શકે તેમજ મનુષ્ય પોતાના આર્થિક અથવા તો મોટા કાર્યોમાં રૂકાવટ આવતી હોય અને ધનને સ્થિર કરવામાં અવરોધ આવતો હોય તો એ અવરોધ દૂર કઇ રીતે કરવો તેનું જ્ઞાન આ ક્રિયાયોગમાં આપવામાં આવશે. જેનાથી આપ આપના જીવનમાં ધનપ્રાપ્તિનાં અને ધન સ્થિરતાનાં માર્ગની પ્રબળ અનુભૂતિ કરી શકશો અને ધનસર્જન તથા સ્થિરતાનાં કાર્યમાં મજબૂતી આવશે.

પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં માર્ગદર્શનમાં જ્ઞાનવિધિ સહિત શાસ્ત્રોક્ત માર્ગનાં માધ્યમથી તા.23/6/2013, રવિવારનાં રોજ કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે મંત્રશક્તિ, ક્રિયાયોગ અને શક્તિપાતનાં અનન્ય સમન્વયથી લૌકિક અને અલૌકિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની સર્વશ્રેષ્ઠ સાધના પદ્ધતિ તથા અતિશક્તિશાળી પ્રચંડ અને દુર્લભ શક્તિપાત મેળવતા સાધકોની દિવ્ય ઝલક......

પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં જ્ઞાનવિધિ સહિત શાસ્ત્રોક્ત માર્ગનાં માધ્યમથી તા.11/5/2014, રવિવારનાં રોજ આલ્ફાવન મોલ, ફાયર એન્ડ ફ્લેમ બેન્કવેટ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે માનવમાંથી મહામાનવ બનવાની તથા સાધકમાંથી સિદ્ધ થવાની ક્રિયા મંત્રશક્તિ, ક્રિયાયોગ અને શક્તિપાતનાં અનન્ય સમન્વય સાથે સાધકોને આપવામાં આવેલ તેની દિવ્ય ઝલક......

DownLoad Our iPhone and
Android Apps Today !