Menu
img
om-iocn

Omkar Kriya

મંત્રયુગપરિવર્તક પરમ પૂજ્ય સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇની પ્રત્યક્ષ નિશ્રા અને મંત્રશક્તિનાં તેજોમય ઉચ્ચારણ મધ્યે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી થયેલ મહાયજ્ઞ

..:: ॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ ::..


પંચદેવોનો એકસાથે પૃથ્વી પર સૌપ્રથમવાર યોજાયેલ મહાયજ્ઞ

ॐ શ્રી ધનકુબેરદેવ
ॐ શ્રી ઘંટાકર્ણ મહાવીર
ॐ શ્રી નાકોડા ભૈરવજી
ॐ શ્રી ક્ષેત્રપાળવીર
ॐ શ્રી માણીભદ્રવીર

આ શક્તિશાળી પંચદેવોનાં તેજોમય દાર્શનિક સ્વરૂપ અને આહવાન દ્વારા ભૌતિક અને સાંસારિક કાર્યમાં દિવ્ય અને ચમત્કારિક પરિણામો આપનાર પૃથ્વી પર સૌપ્રથમવાર એકસાથે યોજાયેલ ॐકાર પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ

પાવન શુભ નિશ્રા : યજ્ઞઆચાર્ય મંત્રયુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇ
પાવન શુભ દિવસ : તા.21/10/2014, મંગળવાર

આજના કળિયુગમાં મનુષ્ય ત્રિવિધ તાપોથી પીડિત છે. આજની દુનિયાનો કોઇપણ મનુષ્યજીવ એવો નહીં હોય કે જેના મનમાં અથવા જીવનમાં પીડા ના હોય. તકલીફનાં પ્રકાર ભલે અલગ અલગ હોય પરંતુ દુઃખ તો મનુષ્ય ભોગવે જ છે તો શું કરે છે મનુષ્ય એ દુઃખમાંથી બહાર નીકળવા? મનુષ્ય એ દુઃખમાંથી બહાર નીકળવા સદગુરૂનાં શરણમાં તેમજ દેવીદેવતાઓનાં ચરણકમળનાં દર્શન કરી પીડા દૂર કરવા માટે પોતાની વિનંતી લઇને જાય છે. મનુષ્યજીવો આવા દુન્યવી ત્રિવિધ તાપોમાંથી મુક્તિ મેળવી શકે એ માટે પૃથ્વી પર સૌપ્રથમવાર પંચદેવોનો એકસાથે યોજાનાર ॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞ મંત્ર યુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી ॐઋષિ પ્રિતેશભાઇની પાવનનિશ્રામાં ધનત્રયોદશી (ધનતેરસ)નાં પવિત્રદિવસે તા.21-10-2014, મંગળવારનાં રોજ યોજાયેલ. આ ॐકાર શ્રી પંચદેવ સાક્ષાત્કાર શક્તિ મહાયજ્ઞમાં ॐ શ્રી ધનકુબેરદેવ, ॐ શ્રી ઘંટાકર્ણ મહાવીર, ॐ શ્રી નાકોડા ભૈરવજી, ॐ શ્રી ક્ષેત્રપાળવીર અને ॐ શ્રી માણિભદ્રવીર આ પાંચ શક્તિશાળી દેવોનો મહાયજ્ઞ કરવામાં આવેલ. આ પાવન અવસરમાં 160 ભાગ્યવાન કુટુંબોએ સહપરિવાર મહાયજ્ઞમાં બેસવાનો લાભ લીધેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !