Menu
img
om-iocn

Omkar Mahatta

..:: ॐકારની મહત્તા ::..

આદિ માનવથી લઇ અર્વાચીન માનવી સુધીની દીર્ધયાત્રા દરમિયાન મનુષ્યનું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે – આનંદની પ્રાપ્તિ અને ઇશ્વરની પ્રાપ્તિ.

ગુફાઓમાં રહેનારો માણસ આજે ચંદ્ર પર ડગલાં માંડી આવ્યો છે. બ્રહ્માંડનાં ગ્રહો-નક્ષત્રો વચ્ચે વિહરવા લાગ્યો છે. પરંતુ અગણિત સુખ-સુવિધાઓની આળોટવા છતાંયે માનવીનાં અંતઃકરણમાં ક્યાંકને ક્યાંક અપૂર્ણતા છુપાઇને બેઠી છે. એ અપૂર્ણતાને પૂર્ણ કરી શકે છે માત્ર અને માત્ર આનંદ, સુખ નહીં કારણ કે સુખનો વિપર્યાય છે દુઃખ, હર્ષનો વિરુદ્ધાર્થી શબ્દ છે શોક, પરંતુ આનંદનો કોઇ વિપર્યાય અસ્તિત્વમાન નથી. કારણ કે, આનંદનો મૂળ સ્ત્રોત છે પ્રણવ બ્રહ્મ પરમાત્મા પ્રણવ એટલે જે કાલે હતું, આજે છે અને કાલે પણ રહેવાનું એ અવિનાશી તત્વ. હકીકતમાં પરમાત્મા એ કેવળ આનંદ અને આનંદ જ છે અને ॐકાર એ તેમના પર્યાય સમાન છે. તાત્પર્ય, આનંદ મેળવવા માટે પરમાત્માની – પરબ્રહ્મની પ્રાપ્તિ જ એકમાત્ર ઉપાય છે – અન્ય કોઇ નહીં... હવે એ પ્રણવ બ્રહ્મ પરમાત્માને જે રસ્તે મેળવી શકાય એ રસ્તો છે – અધ્યાત્મ.... આત્માનાં અધ્યાય દ્ધારા જ પરમાત્મા મેળવી શકાય છે.... પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકાય છે.

પ્રત્યેક તાળા માટે એક અલગ ચાવી હોય છે, પરંતુ એક ચાવી એવી પણ હોય છે જેનાં દ્ધારા પ્રત્યેક તાળું આસાનીથી ખુલી જાય છે. જેને કહેવાય છે. – ‘માસ્ટર કી.’

અપૌરૂષેય કહેવાતા વેદોમાં આવી જ એક ‘માસ્ટર કી’ મનુષ્યને આપી દેવામાં આવી છે, જેનાથી આ સૂષ્ટિ, બ્રહ્માંડ, પરમાત્મા જેવા ગૂઢાતીત ગૂઢ રહસ્યોનાં તાળા આસાનાથી ખોલી શકાય છે, અને એ માસ્ટર કી છે – ‘ॐ’

યજુર્વેદ કહે છે,

ॐकारमात्रमखिलम ।।

સંપૂર્ણ જગત ॐકાર મય છે.


ओमित्येत दक्षरं परंब्रह्म तदेवोपासितव्यम ।।

ॐકાર મંત્ર પરબ્રહ્મરૂપ છે. તેથી તેની જ ઉપાસના કરવી જોઇએ.


ओमिति नामनिर्देशो ब्रह्मण:।।

ॐકાર એ પરબ્રહ્મનો નામનિર્દેશ છે.


ओमिति ब्रह्म ।।

ॐકાર એ અક્ષર બ્રહ્મ છે.


શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,

रस: अहम अप्सु कौन्तेय प्रभा अस्मि शशिसूर्ययो: ।।
प्रणव: सर्वेवेदेषु शब्द: खे पौरुष नृषु ।।

હે કૌતેય, જળમાં રસ હું છું, ચંદ્ર અને સુર્યમાં પ્રકાશ હું છું. બધા વેદોમાં ॐકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું....


पिता अहम अस्य जगत: माता धाता पितामह: ।।
वेधम पवित्रम H कार: ऋक साम यजुस एव च ।।

આ જગતનો પિતા તેમજ માતા, પિતામહ અને ધારણપોષણ કરનાર તથા જાણવા યોગ્ય પવિત્ર ॐકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું.


આમ, પ્રણવમંત્ર ॐ એ નાદબ્રહ્મનો વાચક છે. ॐ એ સર્વ મંત્રોનું બીજ છે. વેદોમાં સારરૂપી ઉપનીષદ કહે છે.

ओमित्येव ध्यायथ आत्मानं स्वस्ति व: पाराय तमस: परस्तात ।।

તમે ॐકાર રૂપી પોતાનાં આત્માનું ધ્યાન કરો. એનાથી તમારું કલ્યાણ થશે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી તમે સ્વયં જ્યોતિર્મય આનંદપૂર્ણ બ્રહ્મસ્વરૂપ બની જશો. અર્થાત્ ॐકાર દ્ધારા પરમાત્માને તમે પ્રાપ્ત કરી શકશો....

આમ, વેદકાળથી લઇને અત્યારનાં અર્વાચીન કાળ સુધી ॐકાર નું મહત્વ અને તેની ઉપાસનાથી થતી પરમાત્માની પ્રાપ્તિ વિશે સર્વ કોઇ એકમત છે. ॐકાર એ કોઇ એક ધર્મ કે એક સંપ્રદાય સુધી સીમિત નથી, અને હોય પણ કેવી રીતે. કારણ કે ॐકાર તો સૃષ્ટિનો પ્રારંભ નાદ છે. એટલે તેને આવા કોઇ બંધન ક્યારેય નડે પણ નહીં. ॐકાર એ જ બીજ છે જેના પ્રચંડ નાદરૂપી વિસ્ફોટથી જેને સાયન્સ “બિગ બેંગ” કહે છે. – સમગ્ર સૃષ્ટિનું નિર્માણ પરમાત્માએ કર્યું છે. એટલે જ, વિશ્વનાં દરેક ધર્મ – દરેક સંપ્રદાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ॐકાર અસ્તિત્વમાન છે. સનાતન ધર્મનાં ધર્મગ્રંથોમાં તો ॐકાર પ્રચૂર માત્રમાં છવાયેલો છે.

જૈન સંપ્રદાય જેને સતત સ્મરવા યોગ્ય માને છે, એ પંચપરમેષ્ડીનાં પ્રથમ અક્ષરોનું સંયોજન થવાથી ઓહમ્ (ॐ) એવો એકાક્ષરી મંત્ર નિર્માણ થયો છે.

अरिहंता असरीरा, आयरिय उवज्झाय मणिणो ।
पंचक्खरनिप्फन्नो ॐकारो पंचपरमिट्ठा ।

ॐકાર પંચપરમેષ્ઠી સ્વરૂપ છે. કારણ કે, એ અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પંચપરમેષ્ઠીનાં પ્રથમ અક્ષરોથી નિષ્પન્ન થયેલો છે. જૈન સંપ્રદાયનાં પ્રસિદ્ધ મંત્ર નવકારમંત્રમાં પણ પ્રારંભ ‘ॐ’ થી જ કરવામાં આવે છે.

ॐ નમોઅરિહંતાણં.... આદિ ....

વિશેષમાં જૈન સંપ્રદાય કહે છે,

प्रणवः त्वं परब्रह्म लोकनाथः जिनेश्वरः ।
कामदः त्वं मोक्षदः त्वं ॐ काराय नमः नमः ।

હે ॐકાર, તું પ્રણવ છે, તું પરબ્રહ્મ છે. તું લોકનાથ છે અને તું જ જિનેશ્વર છે. વળી સંસારની સર્વ કામનાઓ પૂરી કરનાર છે અને મોક્ષ સુખને આપનાર છે, એવા તને મારા વારંવાર નમસ્કાર હો.... આમ, જૈન સંપ્રદાયે પણ ‘ॐ’ નો એક મહાન મંત્ર તરીકે સ્વીકાર કરેલો છે, અને તેની ઉપાસના કરવામાં પરમહિત સમાયેલું છે એમ માને છે.

શીખોનાં પવિત્ર ગ્રંથ ગ્રંથસાહેબમાં ઇશ્વરનાં 37 અલગ અલગ નામો, 15025 વાર લખાયેલા છે, જેમાં જ 230 વાર લખાયેલ છે. ગુરૂ નાનકજીએ પણ લખ્યું છે કે,

ॐकार शब्द जप रे, ॐकार गुरु मुख तेरे ।
ॐकार से सब जुग भये, ॐकार वेद निरमयो ।

બૌદ્ધ સંપ્રદાયનો પવિત્ર મંત્ર છે...

ॐ मणि पद्म होम ।

મારા હ્રદયકમળમાં ॐકાર રૂપ મણિ બિરાજે છે.

ખ્રિસ્તી ધર્મના વડા બાઇબલનાં પ્રવચનને અંતે બોલે છે.

ઇસ્લામ ધર્મના ઇમામ (મૌલવી) આયાતોનાં અંતમાં કહે છે,

આમીન.... આ પણ ॐકાર નું જ રૂપાંતરિત રૂપ છે.

અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે, Omni Present એટલે સર્વત્ર વ્યાપક... એમાં પણ ॐ નો જ ધ્વનિ સ્પષ્ટ સાંભળી શકાય છે.

ॐ इतः ततः सर्वत्र

આમ, ॐકાર એ અત્ર તત્ર સર્વત્ર ફેલાયો છે. કારણ કે, ॐ એ બ્રહ્મનું નાદ સ્વરૂપ છે.

..:: ॐકાર સંપ્રદાયની સ્થાપનાનો પવિત્ર હેતુ ::..

ॐકાર મંત્રની મહત્તા આગળ તો સાત સમુદ્રની વિશાળતા અને નભમંડળની વ્યાપકતા પણ વામણી લાગે પરંતુ સંક્ષિપ્તમાં કહીએ તો ॐકારની આટ આટલી મહત્તા હોવા છતાં, પ્રત્યેક ધર્મમાં-પ્રત્યેક સંપ્રદાયમાં તેને વિશિષ્ટ સ્થાન મળ્યું છતાં શા માટે ધર્મ-ધર્મ વચ્ચે, સંપ્રદાય-સંપ્રદાય વચ્ચે લોહિયાળ સંઘર્ષ યુગોથી અવિરતપણે ચાલી રહ્યો છે ? લૌકિક દુઃખોથી, ચિંતાઓથી ત્રસ્ત થયેલો માનવી અલૌકિક જ્ઞાનની અનુભુતિ કરાવી આપનો દાવો કરનારા વિભિન્ન ધર્મો-વિભિન્ન સંપ્રદાયોનાં શરણે જઇને પણ શા માટે ચિંતામુક્ત, દુઃખરહિત થઇ ॐકાર પરમાત્માનો દિવ્ય સ્પર્શ પામી નથી શકતો ?

કારણ કે ॐકારનું મહત્વ અને તેની ઉપાસના થકી થતા અકલ્પ્ય લાભથી સુપેરે પરિચિત હોવા છતાં પ્રત્યેક ધર્મ-પ્રત્યેક સંપ્રદાયે ત્યારબાદ પોતાનો અલગ સિદ્ધાંત-અલગ નિયમો-અલગ મંત્ર પદ્ધતિઓ, વિવિધ સાધના પદ્ધતિઓ વિકસાવી. જેનાં પરિણમે અંદરો અંદર ઇર્ષ્યા, દ્ધેષ, હુંસાતુંસીનો જન્મ થયો. મારો ધર્મ-મારો સંપ્રદાય બીજા કરતાં મોટો,મારો મંત્ર – મારી સાધના પદ્ધતિ અન્ય કરતાં શ્રેષ્ઠ, આવું માનનારો સાધક વેરવૃત્તિ અને નિદાનાં કળણમાં ખૂંપતો ગયો પરિણામે પરમાત્મારૂપી કમળની પ્રાપ્તિ કરવામાં નિષ્ફળ નિવડ્યો.

ભૂખ શાંત કરવા માટે વાનગીઓનાં વિકલ્પ મળી રહે છે પરંતુ તરસ છિપાવવા માટે ‘પાણી’ સિવાય કોઇ વિકલ્પ નથી.એમ પરમાત્મા પ્રાપ્તિની તૃષા છીપાવવા ॐકાર રૂપી અમૃત જ એકમાત્ર સચોટ અને અંતિમ નો નિરંતર જપ કરતાં રહે છે.

ત્રેતાયુગમાં એક મહાન ઋષિ થઇ ગયા – શ્રી અષ્ટવક્ર મુનિ. વિદેહ કહેવાતા રાજા જનક જેવા પરમજ્ઞાનીને પણ ‘અષ્ટાવક્રગીતા’ દ્ધારા પરબ્રહ્મનું જ્ઞાન આપનાર એ બ્રહ્મર્ષિ અષ્ટાવક્રજીએ આજે કલિયુગમાં જાણે ફરી એકવાર જન્મ લીધો છે.

અનેક શારિરીક મર્યાદાઓનું બંધન છતાંયે હિમાલયથી પણ અડગ એવું મન ધરાવનાર, ગુરૂદેવ જૈન આચાર્ય શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજનાં આશીર્વાદ અને ભગવાન શ્રી મહાવીરની અનન્ય કૃપા થકી અકલ્પ્ય લૌકિક અને અલૌકિક સિદ્ધિઓ હાંસિલ કરી આ સર્વ સિદ્ધિઓને જેઓ માત્ર અને માત્ર સમાજનાં કલ્યાણ અર્થે – દુઃખી, પીડિત, ત્રસ્ત મનુષ્યોનાં ત્રિવિધ તાપો દુર કરવા માટે, મુંગા પશુપક્ષીઓની સેવા માટે – જીવદયા હિતાર્થે ઉપયોગમાં લઇ રહ્યાં છે, એવા પ્રખર અને પ્રસિદ્ધ જૈન જ્યોતિષાચાર્ય બાલબ્રહ્મચારી પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ આધુનિક વિશ્વનાં શ્રી અષ્ટાવક્રમુનિ સમાન છે. ગુરૂદેવનાં સાંનિધ્ય અને માર્ગદર્શનમાં આધ્યાત્મિક સાધના પથ પર અગ્રેસર રહી ઉચ્ચત્તમ અવસ્થા પ્રાપ્ત કરતાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇને સાધના દરમિયાન ‘ॐ’ ની સર્વવ્યાપકતાની દિવ્ય અનુભૂતિ થઇ. પ્રણવ મંત્ર માં સમાયેલી અગાધ, અખૂટ અને કલ્પનીય શક્તિઓનો તેમણે પ્રત્યક્ષ અનુભવ કરી અનંત આનંદરૂપી મહાસાગરમાં ડૂબકી લગાવી અલૌકિક બ્રહ્માનંદની પ્રાપ્તિ કરી.

ત્યારબાદ ખૂબ મનોમંથન – આત્મચિંતન કરતાં કરતાં શ્રી પ્રિતેશભાઇને પરમાત્માએ ‘ॐકાર સંપ્રદાય’ નું પ્રાકટ્ય કરવાની અંતઃસ્ફુરણા અને પ્રત્યક્ષ પ્રેરણા આપી.

ધર્મ – સંપ્રદાય – જાતિ કે વર્ણનાં કોઇપણ ભેદભાવ વિના ॐ ની એકજ છત્રછાયા નીચે તમામે તમામ મનુષ્ય એકત્રિત થઇ પ્રણવ મંત્ર ॐકાર ની સાધના – ઉપાસના થકી જીવનમાં પરમ આનંદ એવા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે એ માટે પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ દ્ધારા સન્ 1996માં અષાઢ સુદ બીજનાં પવિત્ર દિવસે ઐતિહાસિક અને ચિરકાલીન એવા ‘ॐકાર સંપ્રદાય’ ની સ્થાપના કરવામાં આવી.

ॐકાર સંપ્રદાયનો અભિવાદન મંત્ર ॐ नमः ।।
ॐકાર સંપ્રદાયનો અભિવાદન મંત્ર प्रणव ब्रह्माय नमो नमः ।।
नाद ब्रह्माय नमो नमः ।।
सृष्टिकर्ता ॐकार ।।
ॐકાર સંપ્રદાયનો સિદ્ધાંત OHM is the real ‘HOME’ every soul.....

ॐકાર સંપ્રદાય ચાર મુખ્ય સ્તંભો પર સ્થિત છે.

અધ્યાત્મ યોગ

સેવા યોગ

ॐકાર ત્રિત્રાંશ ક્રિયા યોગ – ॐકાર સંપ્રદાયની વિશિષ્ટ સાધના પદ્ધતિ

ॐકાર આત્મસિદ્ધિ યોગ – પરમાત્માની પ્રાપ્તિના માર્ગ

ॐકાર ની ઉપાસનાથી શું પ્રાપ્ત કરી શકાય છે ?

ॐ तत् सत्’ ॐ એ સત્ય છે... એજ સત્યની ઉપાસના દ્ધારા અલૌકિક તમામ ઉપલબ્ધિઓ સાધક પ્રાપ્ત કરી શકે છે. ॐકાર સંપ્રદાયની વિશિષ્ટ સાધના પદ્ધતિ “ॐકાર ત્રિત્રાંશ ક્રિયાયોગ” અંતર્ગત ॐકારની સાધના થકી સાધના થકી સાધકને અષ્ટસિદ્ધિ – નવનિધિ મળે છે.

અનાહત નાદ સંભળાય છે. કુંડલીની જાગૃત થતાં સર્વેચ્છાઓ પરિપૂર્ણ થાય છે. ॐકાર ની ઉપાસના કરતાં સાધકને દેવી-દેવીતાઓનો સાક્ષાત્કાર થાય છે, અને પરબ્રહ્મના સાક્ષાત્કાર માટે તેનું શરીર – તેનું મન યોગ્યતા પ્રાપ્ત કરે છે. તપ, પ્રાણાયામ, ધ્યાન, ચિંતન, મૌનમાં ॐકારથી એકાગ્રતા વધે છે. ધારેલાં પ્રશ્નોના સ્વપ્નોમાં પ્રત્યુત્તર મળે છે.મનુષ્ય શરીરમાં હોવા છતાં દેવત્વ પ્રગટ થાય છે. ॐકાર મંત્ર જપનાર વિધિ સંકેતની ગુપ્ત વાર્તા જાણી શકે છે. ॐકાર મંત્રનાં ઉચ્ચાર માત્રથી પ્રેતાત્મા દૂર ભાગે છે. ॐકાર ત્રિત્રાંશ ક્રિયા યોગ ની સાધના દ્ધારા સાધક જે જે લૌકિક કે પારપાર્થિક સંકલ્પો કહે છે તેમાં અચુક સફળતા મળે છે. નોકરી-ધંધાને લગતી અડચણો, લગ્ન સંબંધી પ્રશ્નો, શૈક્ષણિક સમસ્યાઓ, શારિરીક-માનસિક વિકારો, સામાજિક અને આર્થિક અવરોધો તેમજ વ્યક્તિગત વિકાસને રુંધાતા તમામ પરિબળોનો નાશ કરી ॐ ત્રિત્રાંશ ક્રિયા યોગની સાધના-સાધકને સર્વપ્રકારે સુખી,સમૃદ્ધ અને ખુશાલ બનાવે છે તથા સમાજમાં પ્રતિષ્ઠા અપાવે છે. ચિત્તને નિર્મળ કરી, મનને વાસનારહિત કરી ॐકાર સર્વરૂપે, સર્વથા મંગલ જ મંગલ કરે છે...

બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે પછી સંન્યાસાશ્રમ, દરેક આશ્રમમાં જીવનાર મનુષ્યનું સર્વપ્રકારે હિત કરી તેને યોગી સમાન બનાવી દે છે - ॐકાર.

ॐ कारं बिन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः ।
कामदं मोक्षदं चैव, ॐ काराय नमो नमः ।।

ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇ ની એક જ આધ્યાત્મિક ઇચ્છા છે કે, વિશ્વનો દરેક માનવ ॐકારની વિરાટ છત નીચે આવી, તમામ રાગદ્ધેષ છોડી ॐ ની સાધના-ઉપાસના થકી જીવનનાં ત્રિવિધ તાપોથી મુક્ત થઇ પરમાત્માનાં પરમઆનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી મનુષ્ય જન્મને સાચા અર્થમાં સફળ બનાવે....

સૃષ્ટિના નિર્માણ કરતા પરમપિતા બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના કરવાનું શરૂ કર્યુ ત્યારે સૌથી પ્રથમ અક્ષર ॐ નો લખ્યો હતો. પરમપિતા બ્રહ્માજીએ ॐ ના નાદથી બ્રહ્માંડની રચનાની શરૂઆત કરી હતી.

।। ॐ नमः ।।

DownLoad Our iPhone and
Android Apps Today !