Menu
img
om-iocn

સન્માન અને વિમોચન

સિને ઐશ્વર્ય સન્માન સમારંભ

આપ સૌની શુભેચ્છાઓનાં સહારે ॐકાર સંપ્રદાય વેગવંતો બની રહ્યો છે. સિને ઐશ્વર્ય સન્માન સમારંભ તારીખ ........................... , ..............વારનાં રોજ યોજવામાં આવેલ. જેમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇએ મુખ્ય મહેમાન હાજરી આપી હતી અને પૂજ્યશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું. આ સમારંભમાં પૂજ્ય ॐઋષિનું પ્રવચન Everything is Possible ની CD નું વિમોચન અમદાવાદનાં મેયર અસીતભાઇ વોરા તથા ગુજરાતી ફિલ્મ જગતનાં કલાકારો અને અન્ય મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવેલ. આ પ્રવચનમાં પૂજ્યશ્રીએ મનને સક્ષમ બનાવી આ અસીમ મનની તાકાતનો ઉપયોગ કરો તો જીવનમાં impossible શબ્દ જેવું કશું નથી, આ વાતને પોતાના પ્રવચનમાં ખૂબ જ સરળતાથી અને સહજતાથી સમજાવી છે. આ ઉપરાંત પૂજ્યશ્રીએ ગુજરાતની કલા-સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી.

સિને ઐશ્વર્ય એવોર્ડ સમારંભ

ગુજરાતી ફિલ્મ જગતમાં સિને ઐશ્વર્ય તરફથી સૌપ્રથમ વાર તારીખ.............., ................. વારનાં રોજ સિને ઐશ્વર્ય એવોર્ડ સમારંભ યોજાયેલ. સિને ઐશ્વર્ય એવોર્ડ સમારંભમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ. આ સમારંભમાં દીપ પ્રાગટ્ય પૂજ્યશ્રીનાં હસ્તે કરવામાં આવેલ. જેમાં પૂજ્યશ્રી સાથે શ્રી ભવાનભાઇ ભરવાડ, મેયર શ્રી અસીતભાઇ વોરા, ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ, ગુજરાતી ગઝલ સમ્રાટ શ્રી મનહાર ઉધાસ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનો ગઝલ સંગ્રહ “કણ કણમાં ॐકાર”, વિડિયો પ્રવચન “ચિંતા ચિતા સમાન” તેમજ “ઝેર જ્યારે અમૃત બની જાય છે” ઓડિયો CD નું વિમોચન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શ્રી પરિમલ નથવાણી, શ્રી ભવાનભાઇ ભરવાડ, શ્રી જીતુભાઇ (જેડ બ્લ્યુ), પૂજ્ય ॐઋષિનાં પિતાશ્રી અશોકભાઇ, શ્રી અભિલાષભાઇ ઘોડા, શ્રી અમિતભાઇ આચાર્ય, શ્રી હેમુભાઇ ગાંધી, શ્રી રાજુભાઇ ગાંધી, શ્રી જીગરભાઇ શાહ, પૂજ્ય ॐઋષિનાં નાના ભાઇ શ્રી કિંજલભાઇ અને શ્રી ચિરાગભાઇનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતનાં કલાકારોએ પૂજ્યશ્રીનું સન્માન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

સિને ઐશ્વર્ય સન્માન સમારંભ

સિને ઐશ્વર્ય સન્માન સમારંભ-2013નાં કાર્યક્રમમાં પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ સમારંભમાં ફિલ્મજગતનાં કલાકાર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી તથા અન્ય મહાનુભાવો દ્વારા પૂજ્ય ॐઋષિ પ્રિતેશભાઇનું સન્માન કરવામાં આવેલ.

ધ્વજ વંદનનો કાર્યક્રમ

67 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 15મી ઓગષ્ટ, 2013 નાં રોજ શ્રી બી. ડી. રાવ કોલેજ કેમ્પસનાં ગ્રાઉન્ડમાં પૂજ્ય ગુરૂદેવ ॐઋષિ પ્રિતેશભાઇનાં વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ ત્યારબાદ ભારતીય સૈનિકો દ્વારા તેમનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવેલ. તેમણે કરેલા પ્રવચનથી સમગ્ર કોલેજ કેમ્પસ તાલીઓનાં ગડગડાટથી ગૂંજી ઉઠેલ.

ॐકાર ધ્યાન સેન્ટર (કચ્છ) દ્વારા પૂજ્ય ॐઋષિનું સન્માન

તારીખ 22 સપ્ટેમ્બર, 2013 રવિવારનાં રોજ કચ્છ-ભુજમાં ચાલતા ધ્યાન સેન્ટરનાં ભક્તો ગુરૂજીનાં સન્માન અર્થે અમદાવાદ આવેલ. તેઓએ પૂજ્યશ્રી દ્વારા મળતા મંત્રશાસ્ત્રનાં માર્ગદર્શનથી પોતાના જીવનમાં અનુભવતા ચમત્કારની વાતો પણ ગુરૂજી સમક્ષ રજૂ કરેલ. પૂજ્ય ॐઋષિનાં દર્શન, આશીર્વચન અને તેમનાં પરમ આશીર્વાદ પામી ભક્તોએ અત્યંત ધન્યતાની લાગણી અનુભવેલ. આ આયોજન અતિથિ હોટલ, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !