Menu
img
om-iocn

Omkar Kriya

સુખ-સમૃદ્ધિ અને ધન-વૈભવનાં તમામ દ્ધાર ખોલી આપનાર 8500 વર્ષ પછી આવનાર શુભાંશું લક્ષ્મીયોગનાં પવિત્ર શુભ દિવસે પૃથ્વી પર સૌ પ્રથમ કરવામાં આવેલ.

..:: ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ – મહાયજ્ઞ ::..

ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ગુરૂદેવ ॐઋષિ પ્રિતેશભાઇનાં પ્રત્યક્ષ સાનિધ્ય અને મંત્રોનાં તેજોમય ઉચ્ચારણ મધ્યે, સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન-મહાયજ્ઞમાં ધન પ્રદાયિની શ્રી શુભલક્ષ્મીદેવી, શક્તિદાયિની શ્રી પદ્માવતીદેવી, શ્રી લક્ષ્મીદેવીનાં 18 તેજોમય સ્વરૂપો તથા લક્ષ્મીદેવીનાં ભંડારી શ્રી કુબેરદેવનું આહવાન તેમજ સાક્ષાત્કાર દ્ધારા શ્રી શુભલક્ષ્મીની પ્રાપ્તિ તેમજ અન્ય સાંસારિક સમસ્યાઓ સંબંધિત અકલ્પ્ય અને ચમત્કારિક પરિણામો આપનાર....

વિશ્વમાં સૌ પ્રથમવાર થયેલ

ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ – મહાયજ્ઞ


શુભ નિશ્રા : યજ્ઞ આચાર્ય ॐ ઋષિ પ્રિતેશભાઇ

 • 13-01-2013, રવિવારનો શુભાંશુંયોગ વાળો 8500 વર્ષ બાદ આવેલ પવિત્ર દિવસ
 • સવારે 8 થી 2
 • આકાશ પાર્ટી પ્લોટ ટ્રસ્ટ નગર સોસાયટીની પાછળ, શ્રેયસ ક્રોસીંગ ઓક્ટ્રોયનાકા સામે, વાસણા, અમદાવાદ-7.

અખૂટ ધન-વૈભવ આપનારી શ્રી શુભલક્ષ્મી દેવીનું પ્રાગટ્ય અને મહત્તા ।। યા શક્તિ લક્ષ્મીદેવી શુભાંશુ પ્રાગટ્ય પ્રાગટ્ય નમો નમઃ ।।

સમયથી પહેલા અને સમય બાદ કંઇ થતું નથી, અનેક બાહ્ય અને આંતરિક કારણોથી વાતાવરણ, ભૂમિ, જલ, વાયુ વગેરે દૂષિત થતા રહે છે. એકમાત્ર અગ્નિ જ દૂષિત થતો નથી અને સર્વ દોષોનું-દૂષિતોની મુક્તિ પણ અગ્નિ દ્વારા જ થાય છે. અગાઉ નિવેદિત બાબત મુજબ ખંભાતની અતિ પ્રગલ્ભ ભૂમિ અગમ્ય કારણોસર સુષુપ્ત થયેલી છે. તેને પુનઃચેતનવંતી કરવાના એક પ્રયાસરૂપે....

દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યુ જેના પરિણામરૂપે ચૌદ અણમોલ રત્નો પ્રગટ થયા. એમાંનું એક અતિમહામૂલું રત્ન એટલે અખૂટ ધન-વૈભવ અને સુખ-સંપત્તિ પ્રદાન કરનારી શ્રી શુભલક્ષ્મીદેવી. શ્રી શુભલક્ષ્મીદેવીનાં પ્રાગટ્ય પછી દાનવોએ તેમનાં પર પોતાનો અધિકાર જમાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ લક્ષ્મીદેવોએ પોતાના સ્વામી તરીકે ભગવાન શ્રી વિષ્ણુનારાયણને પસંદ કર્યા. સમુદ્રમંથનમાં દાનવોનો પણ એકસરખો સહયોગ હતો એટલે શ્રી શુભલક્ષ્મીદેવીએ દાનવકુળનાં કુબેરની પોતાના ભંડારી તરીકે નિમણૂંક કરી તેમજ ભગવાન શિવની ઇચ્છાનુસાર પોતાની શક્તિ અને ઊર્જાનાં માધ્યમથી દુનિયાને પોતાના શુભાશિષથી ધન્ય બનાવી.

પોતાના સમુદ્ર મંથનમાંથી પ્રાગટ્ય બાદ શ્રી શુભલક્ષ્મીદેવીએ સમગ્ર સંસારને વચન આપતા કહ્યું કે જેવી રીતે દેવ, દાનવ અને માનવ બ્રહ્માંડનાં ત્રિદેવ (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ) ની તપસ્યા કરી ઇચ્છિત વરદાન મેળવી શકે છે, એવીજ રીતે તેઓ મારી સાધના ઊપાસના કરી અવશ્યપણે મારા અખૂટ ધન પ્રાપ્તિનું વરદાન મેળવી શકે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્ધાપરયુગ અને ખાસ કરીને કળિયુગ – ચારેય યુગોમાં પૂર્ણ શાસ્ત્રોક્ત યજ્ઞ અને વિધિથી મારી મંત્ર ઉપાસના કરનાર સાધકને હું અઢળક અને અવિશ્વસનીય ધનવૈભવ પ્રદાન કરવા માટે વચનબધ્ધ છું. જે વ્યક્તિ શાસ્ત્રસંમત વિધિ દ્ધારા મારો યજ્ઞ-હવન આદિ કરશે તેને અલ્પ સમયમાં જ હું ચમત્કારિક વરદાન આપીશ – આ મારું અફર વચન છે. દાનવકુળનાં કુબેરે સાચા હ્રદયથી મારો યજ્ઞ અને મંત્ર ઉપાસના કરી એટલે જ મેં તેને દાનવ હોવા છતાં મારા ધન-ભંડારોના ભંડારી તરીકેનું અતિ વિશિષ્ટ સ્થાન આપ્યું છે.

“મારી જે કરશે ભક્તિ એને હું આપીશ અપાર લક્ષ્મી.”

સકળ સંસારનું પાલન કરનાર ભગવાન શ્રી વિષ્ણુનાં અર્ધાંગિની એવા શ્રી લક્ષ્મીદેવીની કૃપા અને આશિષ મેળવી મનુષ્ય અખૂટ ધન વૈભવમાં તો અળોટે જ છે પણ સાથોસાથ આધિ-વ્યાધિ અને ઉપાધિનાં ત્રિવિધ તપોમાંથી પણ મુક્તિ મેળવી લે છે. શક્તિ, જ્ઞાન અને સંપત્તિ પ્રદાન કરનાર ત્રણ દેવીઓ શ્રી જગદંબા, શ્રી સરસ્વતી અને શ્રી શુભલક્ષ્મીદેવી છે, પણ શ્રી શુભલક્ષ્મીદેવી સમસ્ત બ્રહ્માંડમાં સર્વોપરિ છે. મનુષ્ય ગમે તેટલો શક્તિમાન હોય, જ્ઞાનવાન હોય પણ જો તે ધનવાન ન હોય તો તેની શક્તિ અને જ્ઞાનનું સચોટ મૂલ્યાંકન થતું નથી. કળિયુગમાં આર્થિક રીતે સધ્ધર વ્યક્તિને જ કુટુંબ, સમાજ અને દુનિયામાં આદર, સત્કાર અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. એને જ કળિયુગ કહેવાય. કળિયુગ એ ભૌતિક્તાનો યુગ છે, આજના યુગનો માનવી લૌકિક કામનાઓની પૂર્તિ થયા બાદ જ આધ્યાત્મિકતાની દિશા તરફ ડગ ભરી શકે છે. માટે આજના કળિયુગમાં શ્રી શુભલક્ષ્મીદેવીનું સ્થાન ત્રણે લોક અને ચૌદ બ્રહ્માંડમાં સર્વોપરિ છે. તમામ દેવી દેવતાઓમાં શ્રી શુભલક્ષ્મીદેવી આજે સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે.

ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ યજ્ઞ બ્રહ્માંડમાં અત્યાર સુધી ક્યારેય થયો જ નથી. આજનો દરેક માનવી પોતાના ઘરમાં પોતાની કુળદેવી અને આરાધ્ય દેવની પૂજા ધર્મ અને મોક્ષ માટે કરે છે પરંતુ કોઇ મનુષ્ય લક્ષ્મીદેવીને આરાધ્યદેવી તરીકે તેની પૂજા કરતો નથી. આજના કળિયુગમાં લક્ષ્મીદેવીની અતિ જરૂરિયાત હોવા છતાં સંતો એની સામે આંખ આડા કાન કરવાની સલાહ આપે છે અને ભક્તોને લક્ષ્મીદેવી એ ભ્રમણા છે એવી વાત કરે છે. પરંતુ આજના યુગમાં સ્વીકારીએ કે ન સ્વીકારીએ દરેક વ્યક્તિનો સાચો ધર્મ અને સાચી જાતિ એ લક્ષ્મીદેવી છે. રૂપિયા ભગવાન નથી, પરંતુ ભગવાનથી ઓછા પણ કળિયુગમાં તો નથી જ.

આ યજ્ઞ-હવન સંપૂર્ણ વેદોક્ત વિધિ દ્ધારા કરાવવામાં આવશે જેથી મનુષ્ય પોતાના જીવનમાં એવી અસીમ આર્થિક ઉન્નતિ હાંસલ કરી શકે છે જેની કલ્પના કરવી પણ કલિયુગમાં અસંભવ છે. માત્ર ને માત્ર આર્થિક ઉન્નતિ જ નહીં, જીવનમાં સેવેલા તમામ મનોરથો, સંકલ્પો ને ઇચ્છાઓની પૂર્તિ ॐકાર શુભલક્ષ્મી શક્તિ સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ-યજ્ઞનાં માધ્યમથી અચૂકપણે થશે જ.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થમાં ધર્મ પછી કામ અને પછી મોક્ષને સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મ દ્ધારા અર્થ એટલે કે ધનની પ્રાપ્તિ કરવી અને એ ધર્મયુક્ત ધન દ્ધારા કામ એટલે કે જીવનની સર્વકામનાઓ- ઇચ્છાઓ- સંકલ્પોની પૂર્તિ કરવી અને પછી સંપૂર્ણ રીતે સંતૃપ્ત થઇ મોક્ષમાર્ગે આગળ વધવા આધ્યાત્મિક યાત્રા આરંભવી. બહુ જ સચોટપણે આ ચાર પુરૂષાર્થોમાં મનુષ્ય જીવનનો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. દુનિયામાં એવો એક પણ મનુષ્ય શોધ્યો નહીં જડે જેને અર્થની એટલે કે ધનની કામના ન હોય. ગરીબ હોય કે તવંગર, નામી હોય કે અનામી દરેકની કામના વધુ ને વધુ ધન કમાવવાની, આર્થિક રીતે વધુ ને વધુ સધ્ધર બનવાની હોય છે. તમને પણ વિચાર તો આવતો હશે કે ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ – યજ્ઞની એવો તો શું ચમત્કાર ગુરૂજી કરશે કે અમારી આર્થિક ઉન્નતિના દ્ધાર અઢળક ખૂલી જશે ? તો સાંભળો જવાબ – હું તમારા પૂર્વજન્મના સંચિત પૂણ્યકર્મોના ફળને આ યજ્ઞ-હવનનાં માધ્યમથી 50 અંશ જેટલી વિદા ઓરા રેખા ખોલી દઇશ જેથી તમારા સંચિત પુણ્યના અંશ રૂપી પુણ્યનું ફળ સાંસારિક કર્મમાં તેમજ લક્ષ્મીનો અઢળક વધારો, સુખ-સમૃદ્ધિ અને શારીરિક સુખાકારી વધારવામાં બ્રહ્માસ્ત્રનું કાર્ય કરશે. યજ્ઞકુંડમાંથી પાંચાલી-દ્રોપદીનું પ્રાગટ્ય થઇ શકે છે, તાત્પર્યઃ આપણા શાસ્ત્રોમાં એવા દિવ્ય મંત્રો, હવનો, અનુષ્ઠાનો અને યજ્ઞ-યગાદિ વર્ણિત છે જેનાં સચોટ પ્રયોગથી જે તે દેવી દેવતાઓનું આહવાન કરી તેમનો સાક્ષાત્કાર કરી, તેમના અમૂલ્ય વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ – યજ્ઞ’ એક એવું જ શ્રેષ્ઠ અનુષ્ઠાન છે, હવનની શાસ્ત્રોક્ત પ્રક્રિયા છે જેની ક્રિયાશક્તિ સાક્ષાત શ્રી લક્ષ્મીદેવીને પ્રગટ કરાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. સંચિત કર્મોનાં કારણે જીવનમાં આવી પડેલ આર્થિક વિઘ્નોને દૂર હટાવી ધન-વૈભવની સરવાણી વહાવે છે. આ ‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ - યજ્ઞ’ મનુષ્યનાં જીવનમાં આવતા 98 ટકા દુઃખ અને તકલીફોનું મૂળ કારણ ધનની અછત- આર્થિક તંગી જ હોય એ તમામ દુઃખો અને તકલીફોને તિલાંજલી આપી દેવાનો સમય આવી ગયો છે. દુનિયાનાં સર્વ સુખ-સમૃદ્ધિ અને વૈભવની ઉપલબ્ધિ કરાવનાર ‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ – યજ્ઞ’ નું શુભ આગમન હવે સંસારમાં થઇ રહ્યું છે. આ અદ્દભૂત ક્રિયાયોગથી મનુષ્ય સર્વ પ્રકારની ભૌતિક સુખ-સમૃદ્ધિ હાંસલ કરીને તેની વચ્ચે રહીને પણ આધ્યાત્મિક ઉચ્ચતા તરફ અગ્રેસર થઇ શકશે. કારણ કે ધનપ્રાપ્તિનો આ માર્ગ સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત છે.ધર્મગ્રંથોમાં વર્ણિત વિધિ-વિધાન તેમજ હવન-અનુષ્ઠાનનાં માધ્યમથી શ્રી શુભલક્ષ્મીદેવીનું આહવાન કરી સાક્ષાત્કાર પામી, શ્રી લક્ષ્મીદેવીનાં અમૂલ્ય આર્શીવાદ પ્રાપ્ત કરાવી આપતો, આ ક્રિયાયોગ ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇનાં પ્રત્યક્ષ સાનિધ્ય અને તેજોમય મંત્રોચ્ચાર મધ્યે થઇ રહ્યો છે. એટલે એના શ્રેષ્ઠતમ અને ચમત્કારિક પરિણામો વિશે તો કોઇ શંકાને સ્થાન જ નથી રહેતું. પ્રણવબ્રહ્મ ॐકારરૂપ પરમપિતા પરમેશ્વરની પ્રેરણા અને આજ્ઞાથી દિવ્ય ‘ॐકાર સંપ્રદાય’ ની સ્થાપના કરનાર ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇની મંત્રશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, ઓરાશાસ્ત્ર અને મુહુર્તશાસ્ત્રમાં નિપુણતા અજોડ છે. સચોટ પરિણામ આપતી તેમની શાસ્ત્રનિપુણતા થકી હજારો-લાખો પીડિત નર-નારીઓનાં જીવનને સુખની શીતળ છાયા પ્રાપ્ત થઇ રહી છે. સમુદ્રમંથનમાંથી શ્રી શુભલક્ષ્મીદેવીનાં પ્રાગટ્ય બાદ યુગો યુગો વીતી પરંતુ આજ દિન સુધી ‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ - યજ્ઞ’ આ પૃથ્વી પર તો શું સમગ્ર બ્રહ્માંડમાં પણ ક્યારેય થતો નથી. સૃષ્ટિસર્જનનાં ઇતિહાસમાં સૌપ્રથમવાર જ લૌકિક અને અલૌકિક તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરનારા આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક ક્રિયાયોગ પૃથ્વીનાં પટ પર યોજાઇ રહ્યો છે. આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક તેમજ પ્રકારની દ્ધિધાઓમાંથી મનુષ્યોની જીવનનૈયાને પાર ઉતારનાર, “અહિંસા પરમોધર્મ” સૂત્રને ચરિતાર્થ કરી જીવદયા અભિયાનને સૈદેવ કાર્યાન્વિત રાખનાર ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇ જેવા સદ્દગુરૂનાં સાનિધ્યમાં જ્યારે ‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ - યજ્ઞ’ યોજાઇ રહ્યો છે ત્યારે આ અમૃતવર્ષાની એક બુંદમાત્ર પણ જીવનને ધન્ય બનાવી દેશે. આ અણમોલ અવસરનો લાભ પ્રાપ્ત કરનાર મનુષ્ય શ્રી શુભલક્ષ્મી દેવીનો સાક્ષાત્કાર કરી પોતાના જીવનને ધન્ય બનાવશે.

‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ - યજ્ઞ’ દ્ધારા થતા અકલ્પ્ય અને ચમત્કારિક લાભો

શાસ્ત્ર કહે છે “ગુરૂકૃપા હી કેવલમ્ – શિષ્યસ્ય પરમ્ મંગલમ્” શિષ્ય પર સદગૂરૂની કૃપાવર્ષા થાય તો શિષ્યનું પરમ મંગલ થાય છે. એ કૃપા મંત્ર દ્ધારા, શક્તિપાત દ્ધારા, દિક્ષાવિધિ દ્ધારા, યજ્ઞકાર્ય દ્ધારા કે અન્ય કોઇ પ્રક્રિયા દ્ધારા સદ્દગુરૂનાં માધ્યમથી શિષ્ય પર વરસતી હોય છે.

અવધ નરેશ રાજા દશરથ પાસે સૃષ્ટિનું તમામ ઐશ્વર્ય હતુ પરંતુ સંતાન સુખ નહોતુ ત્યારે સદ્દગુરૂ બ્રહ્મર્ષિ વશિષ્ઠનાં કહેવાથી તેમણે શૃંગિઋષિનાં વરદ હસ્તે પુત્ર કામેષ્ઠિ યજ્ઞ કરાવ્યો. ઋષિનાં તપોબળનાં પરિણામે એ યજ્ઞ સફળ નીવડ્યો અને રાજા દશરથનાં ઘેર સ્વયં પરમાત્માએ પુત્ર સ્વરૂપે જન્મ લીધો, તાત્પર્ય એ કે મંત્રશક્તિથી-યજ્ઞકાર્યથી અસંભવને પણ સંભવ બનાવી શકાય છે. શરત એટલી જ કે એ મંત્રનો પ્રયોગ કરનાર સદ્દગુરૂ સમર્થ અને મંત્રસિધ્ધ હોવા જોઇએ. કઠિન તપશ્ચર્યા અને નિરંતર સાધનાનાં બળે મંત્રસિદ્ધિ પ્રાપ્ત કરેલા સદ્દગુરૂનાં માધ્યમથી જ શાસ્ત્રોમાં વર્ણિત યજ્ઞ-યાગાદિ, હોમ-હવન સંપૂર્ણપણે ઇચ્છિત ફળ આપી શકે છે, અન્યથા નહિ.

કલિયુગનાં શ્રી અષ્ટાવક્રમુનિ સમાન ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇ એક સમર્થ અને મંત્રસિદ્ધ સદ્દગૂરૂ છે જેમને ॐકાર સ્વરૂપ પ્રણવબ્રહ્મ પરમાત્માનાં અનંત આશિષ અને શ્રી પદ્માવતીદેવનાં નિરંતર સાક્ષાત્કાર પ્રાપ્ત થયા છે. પોતાને પ્રાપ્ત થયેલ દિવ્ય અને અલૌકિક સંપદાનો ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇ નિજસ્વાર્થ માટે નહીં પરંતુ પરમાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. પરમાર્થ માટે આરંભાયેલા આ સેવાયજ્ઞને આગળ વધારતા ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇએ ધન-વૈભવ પ્રદાન કરનાર શ્રી શુભલક્ષ્મીદેવી, શ્રી પદ્માવતીદેવી અને શ્રી કુબેરભંડારીનો સાક્ષાત્કાર કરાવી તેમને પ્રસન્ન કરવા માટે પૃથ્વી પર સૌ પ્રથમવાર જ ‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ - યજ્ઞ’ કરાવવાનો અભૂતપૂર્વ નિર્ધાર કર્યો છે. ॐઋષિ પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રિતેશભાઇ દ્ધારા વિરચિત ॐકાર ચાલીસાનો પ્રતિદિન પાઠ કરી એક લાખથી વધુ સાધકો અકલ્પ્ય ચમત્કારોની સ્વયં અનુભૂતિ કરી રહ્યા છે. ‘ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર શક્તિ ક્રિયાયોગ - મહાયજ્ઞ’ ની દૈવીશક્તિ ક્રિયાયોગમાં ભાગ લેનાર સાધકોને દિવ્ય અને ચમત્કારિક લાભો પ્રદાન કરશે એ શાસ્ત્રસંમત અને સુનિશ્ચિત છે. આ ક્રિયાયોગથી સાધકોનાં જીવનમાં અકલ્પનીય આર્થિક ઉન્નતિ થશે. આપના આ જીવનમાં લક્ષ્મીનાં અવરોધની 50 અંશ રેખા આ યજ્ઞનાં માધ્યમથી ખોલી દેવામાં આવશે. (50 અંશ એટલે વર્ષે આપની આવક એક રૂપિયો થતી હશે તો એનાથી ઘણી વધશે) જેથી શ્રી લક્ષ્મીદેવીની અઢળક કૃપા તેમના જીવનમાં નિરંતર વરસ્યા કરશે. તદ્દઉપરાંત આ ક્રિયાયોગ અન્ય કેટલાય સાંસારિક કષ્ટોમાંથી સાધકોને ઉગારી લેશે.

ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર યજ્ઞનાં ફાયદાઓઃ

 • આ યજ્ઞમાં આપના હાથે 108 શાસ્ત્રોક્ત આહુતિ અર્પણ કરવામાં આવશે. લક્ષ્મીદેવીનાં આ યજ્ઞમાં વિશ્વમાં પ્રથમવાર 108 દ્રવ્યોની આહુતી આપવામાં આવી રહી છે.

 • આ મહાયજ્ઞના માધ્યમથી આપ ક્યારેય આર્થિક દેવામાં કે આર્થિક તકલીફમાં આવશો નહિ અને અર્થના અભાવથી જીવનમાં આવનાર તમામ અનર્થોથી મુક્ત રહી શકશો.

 • લક્ષ્મીદેવીની એવી અઢળક કૃપા થશે કે તમને એ ચમત્કાર જ લાગશે કારણ કે, મંત્રથી દેવી-દેવતા ખૂબ પ્રસન્ન રહે છે અને ઇચ્છીત વરદાન આપવા વચનબદ્ધ થાય છે

 • ભૌતિક સુખ સમૃદ્ધિની રેલમછેલ વચ્ચે આપનું જીવન ધર્મમય બનશે. ધર્મમય જીવન આપને સત્કર્મ કરવાની પ્રેરણા આપશે જેથી આપના ધનવૈભવમાં ક્યારેય ઉણપ નહીં આવે.

 • શારીરિક તકલીફો અને મુશ્કેલી આવશે નહિ અને હશે તે દૂર થતી જશે. સ્વસ્થ શરીરની આપ ધર્મ અને અર્થ સંબંધી કાર્યો નિર્વિઘ્નપણે પાર પાડી શકશો.

 • માનસિક હતાશા અને આત્મવિશ્વાસમાં કમી હશે એ દૂર થશે. યજ્ઞની પ્રાણામયી શક્તિ આપનામાં નવીન ઉર્જાનો-ચેતનાનો સંચાર કરશે જે તમામ મનોવિકારોને દૂર કરી આપવનમાં છલોછલ આત્મવિશ્વાસ ભરી દેશે.

 • પતિ-પત્નીના દામ્પત્યજીવનમાં ખટરાગ હશે અથવા સંતાનનાં લગ્ન બાબતે અવરોધ હશે તો તે ટુંક સમયમાં દૂર થશે. ગ્રહોની વિરોધાભાસી અસરને નાબુદ કરી દેનાર આ શક્તિ ક્રિયાયોગની અંદરથી ગૃહસ્થાશ્રમમાં આનંદ આશ્રમની સ્થાપના થશે.

 • કોઇપણ જાતની કાયદાકીય સમસ્યા જીવનમાં આવશે નહી અને હશે તો દૂર થશે, કારણ કે યજ્ઞમાં ઉચ્ચારવામાં આવનાર મંત્ર શક્તિથી દરેક વિઘ્નકર્તા તત્વોનો નાશ કરવા સમર્થ છે.

 • યજ્ઞમાં તમારી મનોકામના અને સંકલ્પ કરી હોમકરવો જેથી એ ચમત્કારિક રીતે ઝડપથી પૂર્ણ થઇ શકાશે.

 • અત્યારે આપની આર્થિક પરિસ્થિતિમાં હવનમાં બેઠા પછી ઘટાડો ક્યારેય થશે જ નહિ. યોગક્ષેમં વહામ્ય ની જેમ તમારા નવા આર્થિક યોગનું નિર્માણ થશે અને સતત વિકાસની ગતિમાં તેનું વહન થતું રહેશે.

 • સંતાનોની ભણતર કે કેરિયરની તકલીફોની તકલીપો દૂર થશે. દેવી સરસ્વતીને પણ પ્રસન્ન કરવાની અદ્દભૂત શક્તિ, આ શક્તિ ક્રિયાયોગમાં સમાયેલી છે.

 • યજ્ઞમાં 108 હોમ કર્યા પછી બાહ્ય તકલીફો જીવનમાં ક્યારેય નડશે નહિ અને આપના કુટુંબનું રક્ષા કવચ થશે. બહારના આસુરી તત્વો સામે સંરક્ષણ પૂરુ પાડતા આ યજ્ઞની ઉર્જા એક અભેદ કવચનું સર્જન કરી આપને સદા ભયમુક્ત અને સુરક્ષિત રાખશે.

 • આપની આર્થિક સધ્ધરતા અને સમૃદ્ધિ વધતા આપનામાં અહંકાર અને ઇશ્વરને ભૂલવા જેવી પરિસ્થિતિ ઊભી થશે નહિ. ભૌતિકતાની વચ્ચે રહીને પણ આપ આધ્યાત્મિક ચિંતન કરી પરમાર્થના માર્ગે ચાલી શકશો.

 • તમારી કુંડળીનાં નબળા અને તકલીફ આપતા બધા જ ગ્રહો શાંત થઇ જશે અને તેઓ તમને આર્થિક સહકાર અને આશિષ આપશે. આપ તમામ પ્રકારો ગ્રહ-પીડામાંથી મૂક્ત રહેશો.

 • આકસ્મિક શારીરિક અને આર્થિક તકલીફો કયારેય તમારા જીવનમાં આવશે જ નહીં. પ્રારબ્ધ કર્મોનાં કારણે આવી પડતી આર્થિક અને શારીરિક પીડાઓ નાશ પામશે, કારણ કે યજ્ઞનો અગ્નિ તમારા કનિષ્ઠ પ્રારબ્ધ કર્મોને બાળીને ભસ્મ કરી દેશે.

 • ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર ક્રિયાયોગ યજ્ઞની ચમત્કારિક અને અલૌકિક તેજોમય ઉર્જાથી તમારામાં તમારી કાર્યશક્તિનો અને ઊર્જાનો સંચાર થશે અને તમે લક્ષ્મીદેવીનાં સાક્ષાત્કાર સુધી પહોંચી શકશો.

 • શુભ લક્ષ્મીદેવીની કૃપાથી આર્થિક રીતે તમે એટલા સક્ષમ બનશો કે તમારા હાથથી મોટા ધર્મકાર્ય કરી શકશો અને બીજા લોકોને આર્થિક રીતે મદદરૂપ પણ બની શકશો. યજ્ઞની પવિત્ર અગ્ની તમારા તન-મનમાં વિકારોને બાળી તમારા વિચારોને શુદ્ધ-પવિત્ર કરી દેશે. જેથી તમારામાં ઉદારતા તેમજ દાનવૃત્તિ જાગૃત થઇ પ્રબળ થશે.

 • આ યજ્ઞ કેવળ પારંપારિક યજ્ઞ-હવન નથી પરંતુ શ્રીશુભ લક્ષ્મીદેવીનાં પ્રાગટ્યનાં તેજોમય પ્રકાશની અનુભૂતિ છે. માટે પૂરા તન-મન-ધનથી સમર્પિત થઇ આ ॐકાર શુભલક્ષ્મી સાક્ષાત્કાર ક્રિયાયોગ યજ્ઞમાં બેસો જેથી તમારા જીવનમાં અલૌકિક પરિવર્તન તમે અનુભવી શકો.

 • આપના ઘર અથવા ધંધાના સ્થાનમાં વાસ્તુના દોષો હશે તો એ પૂર્ણપણે દૂર થશે.

 • યજ્ઞમાં જે મહાયંત્ર, લક્ષ્મી ચક્ર, શ્રીશુભ લક્ષ્મીદેવીની મૂર્તિ મૂકવામાં આવશે એ આપના ઓરા પ્રમાણે સિદ્ધિ પામશે, જે આપના ઘર અથવા ર્ત ધંધાના સ્થાનમાં મુકવાના રહેશે. આ મંત્રસિદ્ધિ યંત્ર અને ચક્રોની અદ્ધિતીય ઓરા આપના જીવનનાં આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક તમામ પાસાઓને સકારાત્મક રીતે પલટાવી દઇ આપના નસીબના બધા દ્ધારા ખોલી આપને પૂર્ણપણે સુખી-સમૃદ્ધ અને લૌકિક તેમજ અલૌકિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરાવી આપશે.

DownLoad Our iPhone and
Android Apps Today !