Menu
img
om-iocn

Omkar Kriya

..:: ॐકાર ભૂમિદોષ શુદ્ધિયાગ ::..

સ્તંભતીર્થ ખંભાત

ॐ स्येना पृथिवि नो भवानृक्षरा निवेशनी |

यच्छा नः शर्म सप्रथाः| अप नः शोशुचदधम् अ अअ||

(હે પૃથ્વીદેવી ! આપ અમારા માટે સુખપ્રદ, સંકટ અને મુશ્કેલીઓથી રહિત અને નિવાસ યોગ્ય થાઓ, આપ સરખી રીતે ફેલાઇને અમને સુખ અને શરણ પ્રદાન કરો. આપ અમારા પાપોને ભસ્મીભૂત કરીને દૂર કરો.)

સમયથી પહેલા અને સમય બાદ કંઇ થતું નથી, અનેક બાહ્ય અને આંતરિક કારણોથી વાતાવરણ, ભૂમિ, જલ, વાયુ વગેરે દૂષિત થતા રહે છે. એકમાત્ર અગ્નિ જ દૂષિત થતો નથી અને સર્વ દોષોનું-દૂષિતોની મુક્તિ પણ અગ્નિ દ્વારા જ થાય છે. અગાઉ નિવેદિત બાબત મુજબ ખંભાતની અતિ પ્રગલ્ભ ભૂમિ અગમ્ય કારણોસર સુષુપ્ત થયેલી છે. તેને પુનઃચેતનવંતી કરવાના એક પ્રયાસરૂપે....

તારીખ – 15-9-2013, રવિવાર પરિવર્તિની એકાદશી ભાદ્રપદ શુક્લ સંવત-2069નાં શુભદિને

ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક તથા ॐકાર ચાલીસાનાં સર્જક પ.પૂ. ॐઋષિ પ્રિતેશભાઇની પ્રેરક નિશ્રામાં તેઓશ્રીનાં માર્ગદર્શન મુજબ ભૂમિશુદ્ધિયાગનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ સંપ્રદાયનાં ધર્મગુરુઓ તથા કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ધારાસભ્યશ્રી સંજયભાઇ, માનનીય શ્રી બી.ડી.રાવ તેમજ ખંભાતનાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન દિવસે થયેલ ભૂમિદોષ શુદ્ધિયાગ માટેનાં મહાયજ્ઞમાં 21 કુટુંબોએ લાભ લીધેલ.

DownLoad Our iPhone and
Android Apps Today !